નવી દિલ્હી: ભારતમાં આજે ખેડૂત દિવસની ઉજવણી થઈ રહી છે. ખેડૂત દિવસ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂતોના મસીહા ગણાતા ચૌધરી ચરણસિંહના જન્મદિવસ 23મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ અવસરે આવો જાણીએ કે ખેડૂતોના કલ્યાણ અને સગવડો માટે સરકાર તેમને કેટલી સબસિડી આપે છે, કેટલી યોજના ચાલે છે અને તેમને કયા કયા અધિકાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં Corona Vaccine ની આતુરતાનો હવે અંત, આ રસીને આગામી અઠવાડિયે ઉપયોગ માટે મળી શકે છે મંજૂરી!


યોજનાઓના માધ્યમથી સહાયતા
સબસિડી ઉપરાંત કેન્દ્ર સરકાર અનેક યોજનાઓના માધ્યમથી ખેડૂતોની સીધી આર્થિક મદદ ઉપલબ્ધ કરાવે છે. જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના માધ્યમથી દર વર્ષે દેશના લગભગ 12 કરોડ નાના તથા સીમાંત ખેડૂતોને 6 હજાર રૂપિયાની કેશ રકમ આપવામાં આવે છે. જેથી કરીને ન્યૂનતમ આવક ગેરંટી જળવાઈ રહે. 


આ ઉપરાંત ખેડૂતો અને કૃષિના ઉત્કર્ષ માટે પાક વીમા યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જેવી અનેક યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. આ વર્ષે કૃષિ ક્ષેત્રમાં તમામ યોજનાઓ માટે સરકારે બજેટમાં લગભગ 2.83 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. જો કે તેમાંથી લગભગ 1.23 લાખ કરોડ રૂપિયા ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ માટે છે. 


ડેરી આંતરપ્રિન્યોર સ્કીમ, એગ્રીકલ્ચર ઈન્શ્યોરન્સ, નેશનલ લાઈવસ્ટોક મિશન જેવી અનેક યોજનાઓ માટે NABARD સીધી બેન્કોને સબસિડી આપે છે. 


New Coronavirus Strain : કોરોનાનું આ નવું સ્વરૂપ કેટલું જોખમી? ભારતે કેમ સાવચેત રહેવાની જરૂર છે... ખાસ જાણો


ખેડૂતોના કલ્યાણ માટે ચલાવવામાં આવતી પ્રમુખ યોજનાઓ


- પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના
- પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
- પ્રધાનમંત્રી પાક વીમા યોજના
- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
- પશુ સિસાન ક્રેડિટ કાર્ડ યોજના
- પરંપરાગત કૃષિ વિકાસ યોજના
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
- રાષ્ટ્રીય કૃષિ બજાર (e-NAM)
- ડેરી આંતરપ્રીન્યોરશિપ ડેવલપમેન્ટ સ્કીમ
- રેનફીડ એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ
- સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમ
- નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર
- પશુધન વીમા યોજના


Covid New Strain: કોરોનાનું નવું સ્વરૂપ આ ઉંમરના લોકોને ભરડામાં લઈ રહ્યો છે, બની શકે ઘાતક, ખાસ રહેજો સાવધાન


ઈનપુટ, સબસિડી, ખાતર-બીજ વગેરે પર
ખેતીમાં જરૂર પડતા ઈનપુટ જેમ કે ખાતર, બીજ વગેરે ઉપર પણ સરકાર સબસિડી આપે છે. ખેડૂતોને સસ્તા ભાવે રાસાયણિક અને ઓર્ગેનિક ખાતર સરળતાથી પહોંચાડવા માટે સરકાર તેમને સબસિડી આપે છે. આજકાલ અનેક પ્રકારના ખાતર પર સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં પહોંચી જાય છે. અસલમાં સરકાર આ રીતે સસ્તુ ખાતર આપવા માટે ઉત્પાદકોના ખર્ચ અને ખાતરના વેચાણ વચ્ચેના અંતરને સબસિડી તરીકે આપે છે. તેનાથી એ સુનિશ્ચિત થાય છે કે ખેડૂતોને સબસિડી મળે અને ઉત્પાદકો વધુ ભાવ પણ ન વધારી શકે. 


સિંચાઈ પર સબસિડી
ઈનપુટ હેઠળ જ રાજ્ય સરકારો ખેડૂતોને સસ્તા દરે સિંચાઈ સુવિધા પૂરી પાડે છે. આ માટે નહેર વગેરેનું નિર્માણ કરાય છે અને ખેડૂતોને સસ્તા દરે પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારો કૃષિ વિકાસ બેન્કોના માદ્યમથી પમ્પિંગ સેટ વગેરે ઉપર પણ સબસિડી ખેડૂતોને આપે છે. 


વિજળી પર સબસિડી
રાજ્ય સરકારો ખેડૂતોને સસ્તી વિજળી ઉપલબ્ધ કરાવે છે. આ માટે સરકારો રાજ્યની વિજળી વિતરણ કંપનીઓ કે વિજળી બોર્ડને સબસિડી આપે છે. જેથી કરીને ખેડૂતોને સસ્તા ભાવે કૃષિ કામ માટે વિજળી મળી શકે. 


બીજ પર સબસિડી
સરકાર ખેડૂતોને સારા પ્રકારના બીજ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવે છે. આ માટે પણ અનેકવાર ખેડૂતોને સબસિડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 


કરજ પર સબસિડી
કેન્દ્ર અને રાજ્ય સરકારો વિભિન્ન યોજનાઓ હેઠળ ખેડૂતોને કરજ પર સબસિડી ઉપલબ્ધ કરાવે છે. બેન્કો દ્વારા તેની મદદથી ખેડ઼ૂતોને સસ્તા ભાવે લોન વગર કોઈ પણ જામીન વગર અપાય છે. આજકાલ ખેડૂતોને 7 ટકાના સસ્તા વ્યાજદરે લોન અપાય છે અને જે ખેડૂતો સમયસર જૂના દેવા ચૂકવે તેમને વધુ સબસિડી આપીને વ્યાજ દર માત્ર 4 ટકા કરાય છે. તેનાથી એ સુનિશ્ચિત થાય છે કે ગરીબ ખેડૂત પણ બેન્કો પાસેથી લોન લઈ શકે. 


New Covid Strain અંગે રાહતના સમાચાર, WHOએ કહ્યું- હજુ બેકાબુ થયો નથી, થઈ શકે છે કંટ્રોલ


કિંમત પર સબસિડી
તે હેઠળ ખુબ ચર્ચિત MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈસ આપવામાં આવે છે. સરકાર લગભગ બે ડઝન પાક માટે એક MSP જાહેર કરે છે અને તે કિંમત પર ખેડૂતના પાકને સરકારી એજન્સીઓ પાસેથી ખરીદની ગેરંટી અપાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તે હેઠળ અનાજ ખરીદીને પછી તેને સાર્વજનિક વિતરણ પ્રણાલીના માધ્યમથી દેશભરના ગરીબોમાં વહેંચાય છે. જેના ઉપર પણ સરકારે સબસિડી તરીકે એક મોટી રકમ ખર્ચવી પડે છે. જેનાથી એ સુનિશ્ચિત થાય છે કે ખેડૂતોના પાકના યોગ્ય ભાવ મળે. 


કૃષિના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર સબસિડી
ખેડૂતોને અનેક વસ્તુઓ પર સીધી સબસિડી આપવાની સાથે જ સરકાર દેશમાં કૃષિના વિકાસ, ઉપજ વધારવા માટે કૃષિના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર આપે છે. આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ જેમ કે રસ્તા બનાવવા, સ્ટોરેજ સુવિધાઓ, વિજળી વગેરે પર સરકાર ખર્ચ કરે છે અને તેને સસ્તા ભાવે ખેડૂતોને ઉપલબ્ધ કરાવે છે. 


સામે આવી કોરોના રસીની 'આડ અસર', પહેલો ડોઝ લેનાર વ્યક્તિને થઈ આ સમસ્યા


નિકાસ પર સબસિડી
આ ઉપરાંત સરકાર સમયાંતરે અનેક પ્રકારની ઉપજની નિકાસ ઉપર પણ સબસિડી આપે છે. જેમ કે હાલમાં જ ખાંડની નિકાસ પર સરકારે સબસિડી આપવાની જાહેરાત કરી જે સીધી શેરડીના ખેડૂતોના ખાતામાં જશે. જ્યારે દેશમાં કોઈ પાકની પેદાવાર જરૂરિયાત કરતા વધુ થાય તો તેની નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ સબસિડી આપે છે. જેથી કરીને ખેડૂતોને મળનારી રકમ વધુ નીચે ન જાય. 


કૃષિથી આવક પર કોઈ ટેક્સ નહીં
ખેતીથી થનારી આવક પર આવકવેરાની કલમ 10(1) હેઠળ કોઈ ટેક્સ નથી સંપૂર્ણ કરમુક્ત રખાઈ છે. એટલે કે ખેડૂતોને ખેતીથી થનારી રકમ પર કોઈ ટેક્સ ભરવો પડતો નથી. એટલું જ નહીં કોઈ મર્યાદા પણ નથી એટલે કે પછી આવક ભલે કરોડોમાં હોય, તેમણે કોઈ પણ ટેક્સ ભરવો પડતો નથી. આ જ રીતે કૃષિ જમીનથી થનારા વેચાણની આવક પર કેપિટલ ગેન્સ ટેક્સ પણ લાગતો નથી. 


જમીન સંબંધિત અધિકાર
ખેડૂતોના જમીન સંબંધિત લે વેચના અધિકાર રાજ્યો મુજબ બદલાય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાં ફક્ત વ્યક્તિ જ કૃષિ જમીન ખરીદી શકે છે. જ્યારે દિલ્હી, ગોવા, બિહાર જેવા અનેક રાજ્યોમાં વ્યક્તિઓની સાથે કંપનીઓ પણ કૃષિ જમીન ખરીદી શકે છે. અનેક રાજ્યોમાં તો એટલે સુદ્ધા પ્રતિબંધ છે કે કૃષિ જમીન ખેડૂતો સિવાય અન્ય કોઈને વેચી શકાય નહીં. 


કૃષિ જમીનનો લેન્ડ યૂઝ બદલવા અંગે પણ અનેક રાજ્યોમાં કડક કાયદા છે. આ ઉપરાંત જો સરકાર કોઈ વિકાસ યોજના માટે ખેડૂતોની જમીન લે છે તો તેમને તે બદલે બજાર ભાવે યોગ્ય વળતર મેળવવાનો અધિકાર છે. ભારતમાં વિદેશી કંપનીઓ કે વિદેશી નાગરિકો સીધી જમીન ખરીદી શકે નહીં. કેટલાક ખાસ કેસમાં રિઝર્વ બેન્કની મંજૂરીથી જમીન ખરીદી શકાય છે. 


Farmers Protest: સરકાર સાથે વાતચીત કરવાનો નિર્ણય લેવા માટે ખેડૂતોએ બનાવી કમિટી


પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન
ભારતમાં વિવિધ પ્રકારના જળવાયુ દશાઓમાં વિભિન્ન પ્રકારના પાક લેવામાં આવે છે. આથી પર્યાવરણ સંરક્ષણનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ માટે સરકારે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ હેઠળ આઠ અભિયાન શરૂ કર્યા છે. જેમાં ટકાઉ ખેતી માટે રાષ્ટ્રીય મિશન, 
Water and Soil Conservation, રેનફીડ એરિયાનો વિકાસ વગેરે સામેલ છે. 


Protection of Plant Variety and Farmers Right Act, 2001 (PPVFR Act) 
ભારત દુનિયાના તે પહેલા દેશોમાંથી એક હતો જેણે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઈટિઝ અને ફાર્મર્સ રાઈટ્સ એક્ટ 2011ના સ્વરૂપમાં ખેડૂતોને અનેક પ્રકારના અધિકાર આપવાનો કાયદો પાસ કર્યો. જે હેઠળ Farmers and seed breeders બંનેને સરંક્ષણ આપવામાં આવ્યું છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube